રણબીર કપૂર અભિનીત ફિલ્મ “રામાયણ” ને લઈને દર્શકોમાં ભારે ચર્ચા છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક ટીઝર હનુમાન જયંતિના અવસર પર રિલીઝ કરવામાં આવ્યો હતો, જેનાથી દર્શકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી અને હવે તેની આતુરતાથી રાહ જાવાઈ રહી છે. આ ફિલ્મ બે ભાગમાં બની રહી છે. પહેલો ભાગ દિવાળી ૨૦૨૬ અને બીજા ભાગ દિવાળી ૨૦૨૭ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દરમિયાન, એક યુટ્યુબરના જણાવ્યા મુજબ, ફિલ્મના ૨૦ મિનિટના ફૂટેજ યુએસમાં એક કાર્યક્રમમાં બતાવવામાં આવ્યા હતા. યુટ્યુબરના જણાવ્યા મુજબ, સિનેમાકોનમાં નિતેશ તિવારીની ‘રામાયણ’ ના ૨૦ મિનિટના ફૂટેજ બતાવવામાં આવ્યા હતા અને તે જાવાની તક ફક્ત થોડા લોકોને જ મળી હતી. આ ફૂટેજ જાયા પછી, યુટ્યુબર એટલો ઉત્સાહિત થઈ ગયો કે તેણે એવો દાવો પણ કર્યો કે ફિલ્મ ઓસ્કાર માટે નામાંકિત થશે.
“મિસ્ટર લાઈક ઈટ ઓર નોટ” નામના યુટ્યુબરે લાસ વેગાસમાં સિનેમાકોન ખાતે “રામાયણ” ના સ્ક્રીનિંગ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાર્યક્રમમાં દર્શાવવામાં આવેલ ૨૦ મિનિટનો ફૂટેજ એકદમ અદભુત હતો. યુટ્યુબરના જણાવ્યા મુજબ, તે ફૂટેજ જાઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને દાવો પણ કર્યો કે તેને અનેક ઓસ્કાર શ્રેણીઓમાં નામાંકિત કરવામાં આવશે. યુટ્યુબરે આગળ કહ્યું, “આ ફિલ્મ એક સાચી મહાકાવ્ય અને એક અદ્ભુત કાલ્પનિક વાર્તા બંને હોઈ શકે છે.” તેમણે એ પણ જાહેર કર્યું કે વોર્નર બ્રધર્સે ફિલ્મના આંતરરાષ્ટ્રીય વિતરક તરીકે કરાર કર્યો છે.
યુટ્યુબરે કહ્યું, “રામાયણને હમણાં જ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક મોટો વિતરણ સોદો મળ્યો છે, જે ફિલ્મને વિશ્વભરમાં નોંધપાત્ર ઓળખ આપશે. વોર્નર બ્રધર્સ સ્ટુડિયો હવે વિશ્વભરમાં રામાયણનું વિતરણ કરશે. આ એક મોટી સિદ્ધિ છે. આ ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થશે અને ૪,૫૦૦ સ્ક્રીન પર બતાવવામાં આવશે. હું તે ભાગ્યશાળી લોકોમાંનો એક હતો જેમને ફિલ્મના ૨૦ મિનિટના ફૂટેજ જાવાની તક મળી. તે અદ્ભુત લાગે છે. દ્રશ્યો શાનદાર છે. આ એક મોટી આંતરરાષ્ટ્રીય ફિલ્મ બનવા જઈ રહી છે. મને વિશ્વાસ છે કે તેને ઘણી શ્રેણીઓમાં એકેડેમી એવોર્ડ નોમિનેશન મળશે.” જાકે, આ સોદા અંગે ફિલ્મના નિર્માતાઓ કે વોર્નર બ્રધર્સ સ્ટુડિયો તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
“રામાયણ” અંગે, ફિલ્મ બે ભાગમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. પહેલો ભાગ દિવાળી ૨૦૨૬ અને બીજા ભાગ દિવાળી ૨૦૨૭ પર રિલીઝ થશે. નમિત મલ્હોત્રા આ ફિલ્મના નિર્માતા છે અને નિતેશ તિવારી દિગ્દર્શક છે. આ ફિલ્મનું બજેટ ૪૦૦૦ કરોડ હોવાનું કહેવાય છે. તેની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો, રણબીર કપૂર શ્રી રામના પાત્રમાં, સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં, યશ રાવણના પાત્રમાં અને સની દેઓલ હનુમાનના પાત્રમાં જાવા મળશે. આ ઉપરાંત રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, લારા દત્તા, કાજલ અગ્રવાલ, વિવેક ઓબેરોય અને અરુણ ગોવિલ જેવા કલાકારો પણ આ મોટા બજેટની ફિલ્મનો ભાગ છે.















































