અમેરિકામાં ભૂકંપના જારદાર આંચકા અનુભવાયા છે. શુક્રવારે ડ્રેક પેસેજ ક્ષેત્રમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૪ નોંધાઈ છે. ભૂકંપના આંચકા પછી, સુનામીનો ભય રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે ૦૭:૪૬ વાગ્યે ૨૨ સેકન્ડે આવ્યો હતો. તેનું કેન્દ્ર અક્ષાંશ ૬૦.૨૬ દક્ષિણ, રેખાંશ ૬૧.૮૫ પશ્ચિમમાં હતું. ભૂકંપની ઊંડાઈ ૩૬ કિમી નોંધાઈ હતી. તેનું સ્થાન ડ્રેક પેસેજ ખાતે છે.
ડ્રેક પેસેજ દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચે સ્થિત છે. પ્રારંભિક અહેવાલોમાં, યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે આ ભૂકંપની તીવ્રતા ૮.૦ હોવાનું જણાવ્યું હતું, પરંતુ બાદમાં તેને સુધારીને ૭.૪ કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર ભૂકંપીય પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે તે દક્ષિણ અમેરિકન અને એન્ટાર્કટિક ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર સ્થિત છે.
ભૂકંપ પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાકે, હજુ સુધી કોઈ મોટા નુકસાનની જાણ કરવામાં આવી નથી. સ્થાનિક સત્તાવાળાઓ અને વૈજ્ઞાનિકોએ આફ્ટરશોક્સની શક્્યતા વ્યક્ત કરી છે, જેના કારણે આ વિસ્તારમાં સતર્કતા રાખવામાં આવી રહી છે. ડ્રેક પેસેજ, જે તેના ખતરનાક દરિયાઈ માર્ગ અને તીવ્ર પવન માટે જાણીતું છે. આ વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિઓ વૈજ્ઞાનિકો માટે અભ્યાસનો વિષય રહે છે.








































