અમેરિકામાં નવેમ્બરમાં યોજાનાર મહ¥વપૂર્ણ મિડટર્મ ઈલેક્શન માટે રિપબ્લિકન પાર્ટીના કિંગમેકર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તોફાની પ્રચાર અને આક્રમક વલણની ચાલને કારણે બાઈડેન નબળાં સાબિત થઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિ બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટીના ૫૦થી વધુ સેનેટર અને કાઉન્ટી નેતાઓ સાથેની વાતચીતમાં સામે આવ્યું કે ૨૦૨૪ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમની ઉમેદવારીને પાર્ટીમાં જ મંજૂરી મળવી મુશ્કેલ છે. તેમનું માનવું છે કે બાઈડેન પાસે ટ્રમ્પ જેવું દમખમ નથી. મે ૨૦૨૨માં બાઈડેનનું પોતાની જ પાર્ટીમાં એપ્રૂવલ રેટિંગ ૯ ટકા ઘટીને ૭૩ ટકા રહી ગયું છે. પાર્ટીમાં નવા ચહેરાની શોધ ચાલુ થઈ ગઇ છે. ડેમોક્રેટિક કમિટીના સભ્ય સ્ટીવ સાઈમોનિડીઝ કહે છે કે મિડટર્મ ચૂંટણી બાદ બાઈડેને ૨૦૨૪ની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દેવી જાઇએ.
આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઈડેન ૮૨ વર્ષના થઈ જશે. બાઈડેન વિરોધીઓ કહે છે કે આ વયે તેમના માટે ટ્રમ્પ જેવા નેતાની તુલનાએ ભાગ-દોડ કરવી મુશ્કેલ થશે. આમ તો બાઈડેન તેમની ઉમેદવારી અંગે આશાવાદી નિવેદન આપતા રહે છે.
બાઈડેન સામે ૪ પડકાર છે તેમાં મોંઘવારી ગત ૪ દાયકામાં સૌથી વધુ – ઈંધણ, ખાદ્ય સામગ્રીના ભાવ આકાશ આંબ્યા,કોરોનાને લીધે અર્થતંત્ર ડામાડોળ – ૧.૫%ની સરેરાશથી વૃદ્ધિ દરમાં ઘટાડો,માસ શૂટિંગની ઘટનાઓ વધી રહી છે – તમામ રાજ્ય ગન કન્ટ્રોલ માનવા તૈયાર નથી,અબોર્શન કાયદો ખતમ કરે તો વોટ બેન્ક ગુમાવશે – લેટિન-અશ્વેત વોટરોમાં નારાજગી વધશેનો સમાવેશ થાય છે.
ટેક્સાસ રિપ્રેઝન્ટેટિવ જેસ્મીન ક્રોકેટ(૪૧) યુવા અશ્વેત ચહેરા તરીકે બાઈડેનન પડકારી શકે છે. જેસ્મીન યુવાઓની ભૂમિકાઓને વધારવાની પક્ષધર છે. તે કહે છે કે યુવા જાશથી જ ટ્રમ્પને ટક્કર આપી શકાશે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અમુક જાણકારો બાઈડેનના ઉત્તરાધિકારી માને છે પણ તેમના પર કોરોના અને વિદેશયાત્રા દરમિયાન સરકારનું યોગ્ય સ્ટેન્ડ ન જણાવવાનો આરોપ લાગી રહ્યા છે. કમલાનો વિરોધ મિનિસોટાના સેનેટર એમી ક્લોબુકર, વેરમોન્ટ સેનેટર બર્ની સેન્ડર્સ, એલિઝાબેથ વોરેન અને કોરી બુકર કરી રહ્યા છે. આ તમામ નેતા ગત ચૂંટણીમાં બાઈડેનથી ઉમેદવારીની દોડમાં હારી ગયા હતા. તે ૨૦૨૪માં પાર્ટી વતી
દાવેદારી નોંધાવશે. કનેક્ટિકટના સેનેટર ક્રિસ મર્ફી ડેમોક્રેટિક પાર્ટીમાં મજબૂત પકડ કરી રહ્યા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં તેમની દાવેદારી મજબૂત મનાઈ રહી છે. બાઈડેનના ગન કન્ટ્રોલ બિને બનાવવામાં મર્ફીની ભૂમિકા મહ¥વપૂર્ણ મનાઈ રહી છે.