અમેરિકાનું ન્યૂ ઓર્લિયન્સ શહેર ગોળીઓના અવાજથી ગૂંજી ઊઠ્‌યું. અહીં બે અલગ-અલગ જગ્યાએ થયેલા ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પહેલો કેસ સેન્ટ રોચ વિસ્તારનો છે, જ્યાં ૯ લોકો ઘાયલ થયા છે. બીજા કેસ અલ્મોનાસ્ટર એવન્યુ બ્રિજનો છે. અહીં ગોળીબારમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કેસની તપાસ ચાલી રહી છે.
ફાયરિંગની ઘટનાઓ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને કેસના સંબંધમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ન્યૂ ઓર્લિયન્સ પોલીસ વિભાગની અખબારી યાદી અનુસાર, ન્યૂ ઓર્લિયન્સના સેન્ટ રોચ વિસ્તારમાં બપોરે ૩ઃ૩૦ વાગ્યા પછી ગોળીબારની જાણ કરવામાં આવી હતી. ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને ત્યાંથી આઠ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જણાવવામાં આવ્યું હતું કે તમામ આઠ લોકોને હોસ્પિસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય એક ઘાયલ વ્યક્તિ ખાનગી કારમાં ત્યાં પહોંચ્યો હતો.
૪૫ મિનિટ પછી, પોલીસને ‘અલમોનાસ્ટર એવન્યુ બ્રિજ’ પર ફાયરિંગની બીજી ઘટનાની માહિતી મળી. પોલીસે જણાવ્યું કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ત્રીજા પીડિતને ખાનગી વાહનમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની હાલત સ્થિર છે, પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે બંને ઘટનાઓમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કેસ સાથે સંબંધિત કોઈપણ શંકાસ્પદ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પોલીસે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.