અમેરિકામાં છેલ્લા બે દિવસમાં કેટલાક કૌભાંડમાં સજા સંભળાવવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ કૌભાંડમાં ગુજરાતીઓની સંડોવણી બહાર આવી છે. ગ્રીનકાર્ડ કૌભાંડમાં ૧૧ ગુજરાતીઓની ધરપકડ કરાઈ છે. મેડિકેર કૌભાંડમા સવાણી બ્રધર્સ સામે આક્ષેપો સાબિત થયા છે. તો હવે ગોલ્ડ પાર્સલ કૌભાંડમાં પણ બે ગુજરાતીઓને સજા કરાઈ છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા નકલી લૂંટનો કેસ સામે આવ્યો છે. જેકલી લૂંટનો કારસો રચનારા ૧૧ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે.એફબીઆઇએ અલગ અલગ જગ્યાએથી ૧૧ ગુજરાતીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ગ્રીન કાર્ડ મેળવવા દુકાનમાં નકલી લૂંટ કરાવી હતી. અલગ અલગ રાજ્યોમાં ગ્રીનકાર્ડ માટે આ ખેલ રચ્યો હતો. તેઓ હિંસક અપરાધનો શિકાર બતાવી ગ્રીનકાર્ડ મેળવવા માંગતા હતા. મહત્વનું છે કે, અમેરિકી કાયદા પ્રમાણે વી વિઝા એવા લોકોને મળે છે, જેઓ અન્ય દેશના નાગરીક છે, પરંતુ અમેરિકામાં કોઈ અપરાધનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરે. તો આવા લોકોને ગ્રીનકાર્ડ મળવું સરળ બની જાય છે. જેના કારણે આ કાયદાનો દુરૂપયોગ પણ થાય છે. જેમા હવે ૧૧ ગુજરાતીઓ પકડાયા છે. તેમને કાયદા પ્રમાણે ૫ વર્ષ સુધીની જેલ અને ૨ કરોડ રૂપિયાથી વધુ દંડ થઈ શકે છે.
અમેરિકાના પેન્સિલવેનિયામાં એક મોટા અને અનેક રાજ્યોમાં ફેલાયેલા હેલ્થકેર કૌભાંડના પર્દાફાશ થયો છે. જેમાં ભારતીય મૂળના અને ગુજરાતી સગા ભાઈઓ ૬૦ વર્ષીય ભાસ્કર સવાણી અને ૫૮ વર્ષીય અરુણ સવાણીને દોષિત જાહેર કરાયા છે. બંને ભાઈઓને કરોડોના ડોલરના કૌભાંડના આરોપમાં ૪૦૦ વર્ષની સજા સંભળાવવામાં આવી શકે છે. તેમની સામે મની લોન્ડ્રીંગ, કરચોરી, વીઝા નિયમોનું ઉલ્લંઘન જેવા અનેક બિનકાયદાકીય આરોપ લગાવાયા છે.
અમેરિકામાં ચિંતન પારેખ (ઉંમર ૫૨ વર્ષ) અને મેહુલ દરજી (૪૨ વર્ષ) નું પાર્સલ કૌભાંડ સામે આવ્યું છે. કોર્ટે તેમને ચાર વર્ષની જેલની સજા સંભળાવી છે. એટલું જ નહિ, બંનેની જાડીદાર શિતલ સિંઘને ચાર વર્ષની જેલની કરાઈ છે. સમગ્ર કેસમાં કૌભાંડીઓને પીડિત પાસેથી પડાવાયેલા કુલ ૬.૬ મિલિયન ડોલર પણ પરત ચૂકવવા માટે આદેશ કરાયો છે. પાર્સલ કાંડમાં પીડિતો પાસેથી મિલિયન્સ આૅફ ડોલર્સનું ગોલ્ડ પચાવી લેવાતું હતું. જાકે, આ કેસમાં ચિંતન પારેખ અને મેહુલ દરજીને ભારતમાં ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે.








































