આજે સમગ્ર દુનિયામાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન કહેર વરસાવી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટેન અને યુરોપ ઓમિક્રનનાં ભરડામાં આવી ગયુ છે. વિશ્વનોમહાશક્તિ ગણાતો દેશ અમેરિકામાં સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે.અમેરિકામાં કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવા કેસ સામે આવી રહ્યા છે. અહી ૭૨ કલાકમાં ૭ લાખ નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં સૌથી વધુ ૨.૬૭ લાખ નવા કેસ સામે આવ્યા હતા. જેણે અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રને વિચારવા પર મજબૂર કરી દીધા છે. વળી જા ેંદ્ભ ની વાત કરીએ તો અહી પણ પરિસ્થિતિ સારી નથી. અહી ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૧.૨૨ લાખ કોરોનાનાં કેસ સામે આવ્યા છે.યુકેમાં એક્ટિવ કેસ વધીને ૧૭.૮૨ લાખ થઇ ગયા છે. વળી ફ્રાન્સની વાત કરીએ તો અહી ૨૪ કલાકમાં રેકોર્ડ ૯૪ હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં એક્ટિવ કેસ વધીને ૧૧ લાખને પાર થઇ ગયા છે. ઉપરાંત ઈટાલીમાં ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ કોરોનાનાં નવા કેસ સામે આવ્યા છે.૨૭ નવેમ્બરનાં રોજ યુકેમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો હતો. જે બાદ વડાપ્રધાન જાન્સને કડક નિયંત્રણો લાદી દીધા હતા. જે પછી તેમણે બુસ્ટર ડોઝ પ્રોગ્રામ શરૂ કર્યો. આ ઉપરાંત દરેકને તે લેવા અપીલ કરી હતી. વળી, બ્રિટિશ મીડિયાએ એક ફોટો જાહેર કર્યો છે, જેમાં ઁસ્ સ્વાસ્થ્ય કેન્દ્રનું નિરીક્ષણ કરતા જાવા મળ્યા હતા.