અમેરિકા આ દિવસોમાં ભયંકર ગરમીનો સામનો કરી રહ્યું છે.માહિતી અનુસાર કેન્સાસમાં ૨૦૦૦થી વધુ ગાયોના મોત થયા છે. તેની ઘટનાનો એક વિલક્ષણ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ટિકટોક પર હજૉરો ગાયોના મૃતદેહ દર્શાવતો વિડિયો સૌપ્રથમ દેખાયો, જે બાદમાં અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ દેખાયો. વીડિયોમાં જૉવા મળી રહ્યું છે કે એક ખેતરમાં હજૉરો ગાયો મૃત હાલતમાં જૉવા મળી રહી છે.
યુએસએ ટુડેએ જણાવ્યું હતું કે ઉચ્ચ ભેજના સ્તરને કારણે સપ્તાહના અંતમાં પશુઓ મૃત્યુ પામ્યા હતા. આઉટલેટે વધુમાં જણાવ્યું હતું કે કેન્સાસના આરોગ્ય અને પર્યાવરણ વિભાગને મૃત્યુની જૉણ કરવામાં આવી હતી, જે મૃતદેહોના નિકાલમાં મદદ કરવા પહોંચી હતી.
અમેરિકાના સાઉથઈસ્ટ અને અપર મિડવેસ્ટના વિસ્તારમાં તીવ્ર ગરમી છે. લગભગ ૧૨૦ મિલિયન લોકો અમુક પ્રકારની એડવાઈઝરીને અનુસરી રહ્યા છે. કેન્સાસ પણ જીવલેણ ગરમીની ઝપેટમાં છે. કેન્સાસ એ અમેરિકાના ટોચના ત્રણ બીફ ઉત્પાદક રાજ્યોમાંનું એક છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અનુસાર, ૧૯૬૦ના દાયકાથી ચાર દાયકામાં દેશમાં હીટવેવની આવર્તન, અવધિ અને તીવ્રતામાં વધારો થયો છે.