સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવમાં ભારતે વિરોધમાં મત આપ્યો છે. આ પ્રસ્તાવમાં ક્લાઇમેટ ચેન્જને વૈશ્વિનક સુરક્ષા પડકાર સાથે જાડવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં રશિયાએ પણ ભારતનો સાથ
આપ્યો છે અને વીટો લગાવીને પ્રસ્તાવને જ ફગાવી માર્યો છે. પ્રસ્તાવ દરમિયાન ચીન હાજર ન રહ્યું અને બહારથી પ્રસ્તાવનો વિરોધ કર્યો. સામે પક્ષે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે આ પ્રસ્તાવનો સમર્થન કર્યું હતું. આ પ્રસ્તાવ આયર્લેન્ડ અને નાઇઝીરીયા લઈને આવ્યા હતા.
ભારતનો પક્ષ છે કે ક્લાઇમેટ ચેન્જને લઈને વિકાસશીલ દેશોનું હિત પણ ધ્યાન રાખવામાં આવે. ભારતે કહ્યું કે આ પ્રસ્તાવ જરૂર પણ નથી અને તે સ્વીકારી શકાયતેમ પણ નથી. ભારતનાં વલણ પર કોઇ પ્રકારની ગફલત દુનિયાને હોવી જાઈએ નહીં. આ પ્રકારનાં પ્રસ્તાવ દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે છે. ભારતે તડને ફડ કરતાં કહ્યું કે ક્લાઇમેટ ચેન્જ માટે મોત ભાગના દેશો જવાબદાર છે મુખ્ય ભાગીદાર છે.
નોંધનીય છે કે આ પહેલા પણ ગ્લાસગા સમિટમાં પણ ભારતે પોતાની તાકાત બતાવી હતી. મોટા મોટા દેશો સામે પડીને ભારતે પ્રસ્તાવમાં બદલાવ કરાવ્યો હતો અને વિકાસશીલ દેશો માટે કોલસાનો ઉપયોગ બંધ કરવાના પ્રસ્તાવ સામે જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. તે સમયે પણ ચીને ભારતનો જ સાથ આપ્યો હતો. જાકે તે બાદ બધા દેશોએ ઝૂકવું પડ્યું અને કોલસાને બંધ કરવામાં આવ્યું નહીં.