અમેરિકામાં ફાયરિંગની ઘટના સામાન્ય બની ગઇ છે, હુમલાખોરો અંધાધૂંધ ગોળીબાર કરીને લોકોને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે, અમનેરિકામાં ફાયરિંગની ઘટના સરકાર માટે એક પડકાર રૂપ બની ગઇ છે.૧૮ વર્ષના વિધાર્થીએ સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ૧૮ બાળકો અને ૩ શિક્ષકોના મોત થયા હતાઆ અંગે રાષ્ટ્રપતિ જા બિડેને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગોળીબારની ઘટના સામે એકશન લેવાની.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ હુમલાખોર પણ જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો છે. ટેક્સાસ પોલીસે જણાવ્યું કે હુમલાખોર યુવક પોતાના વાહનમાંથી નીકળીને સ્કૂલમાં પ્રવેશ્યો હતો. તેની પાસે એક હેન્ડગન અને એક રાઈફલ હતી.
અમેરિકાના ટેક્સાસની એક સ્કૂલમાં સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ૧૮ વર્ષના હુમલાખોરે સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ૧૮ બાળકો અને ૩ શિક્ષકોના મોત થયા હતા. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જા બિડેને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે આપણે પૂછવું પડશે કે આપણે ભગવાનના નામે ગન લોબી સામે ક્યારે ઊભા રહીશું?
આ ગોળીબાર ટેક્સાસના ઉવાલ્ડે શહેરમાં થયો હતો. અહીં ૧૮ વર્ષના હુમલાખોરે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૧૮ વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે ત્રણ શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો. હુમલાખોર પણ માર્યો ગયો છે. તે ઉવાલ્ડે હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો.
હુમલાખોર વિશે મોટો ખુલાસો થયો છે.સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે હુમલાખોરે શાળાએ જતા પહેલા તેની દાદીને પણ ગોળી મારી હતી. દાદીને ગોળી વાગ્યા બાદ સાન એન્ટોનિયોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની સારવાર ચાલી રહી છે. દાદીને ગોળી મારીને હુમલાખોર ભાગી ગયો હતો. આ પછી તે શાળામાં પહોંચ્યો અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો.
ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીએ અહેવાલ આપ્યો છે કે ઉવાલ્ડે, ટેક્સાસમાં રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબાર પહેલા હુમલાખોર સાથે બે ઘટનાઓ બની હતી. પહેલા તેણે તેની દાદીને ગોળી મારી. બાદમાં તેણે સ્કૂલ પાસે એક વાહનને પણ ટક્કર મારી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોરે સ્કૂલમાં પ્રવેશતા પહેલા બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું. શાળામાં પ્રવેશ કરતી વખતે હુમલાખોરના હાથમાં રાઈફલ હતી. આ પછી તે સ્કૂલના અલગ-અલગ ક્લાસમાં ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. આ અકસ્માતમાં કુલ ૨૧ લોકોના મોત થયા છે. અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. ગન વાયોલન્સ આર્કાઇવ અનુસાર, ૨૦૨૨માં સામૂહિક ગોળીબારની ઓછામાં ઓછી ૨૧૨ ઘટનાઓ બની હતી.