ભૂતપૂર્વ જમણેરી કાર્યકર્તા ચાર્લી કિર્કની હત્યાના લગભગ બે મહિના પછી, તેમની પત્ની એરિકા કિર્કે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. કિર્કની વિધવા, એરિકા કિર્કે, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સને તેમના પતિ જેવા ગણાવ્યા છે. ટ‹નગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમમાં બોલતા, એરિકાએ કહ્યું, “કોઈ ક્્યારેય મારા પતિનું સ્થાન લઈ શકે નહીં, પરંતુ મને જે.ડી. (વાન્સ) માં કેટલીક સમાનતાઓ દેખાય છે.” આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. એરિકા કિર્કના પતિ, ચાર્લી કિર્ક,ટીપીયુએસએના સ્થાપક હતા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉટાહ વેલી યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન ચાર્લીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૨૨ વર્ષીય ટાયલર રોબિન્સન પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને એફબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે. કિર્કના મૃત્યુએ રૂઢિચુસ્ત ચળવળને હચમચાવી દીધી હતી, પરંતુ એરિકા તેના મિશનને આગળ વધારવા માટે કટિબદ્ધ છે. મિસિસિપી યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં એરિકાએ વાન્સનો પરિચય કરાવ્યો, જ્યાં બંનેના ગળે મળવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહ્યો છે. તે ખૂબ જ રોમેન્ટિક છે. ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, એરિકાએ કહ્યું, “મને ડર નથી. હું ચાર્લીના વારસાને બચાવવા માટે લડીશ.” તેણીએ વાન્સને “અદ્ભુત” ગણાવ્યું અને કહ્યું કે તે, ચાર્લીની જેમ, યુવા રૂઢિચુસ્તોને પ્રેરણા આપે છે. વાન્સે કિર્કને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, “ચાર્લીનો જુસ્સો આપણને મજબૂત બનાવે છે.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રૂઢિચુસ્ત સમુદાયમાં વાન્સની લોકપ્રિયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. કેટલીક ભૂતપૂર્વ ટ્વિટર પોસ્ટ્‌સ કાવતરાના સિદ્ધાંતોને વેગ આપી રહી છે, એરિકા-વાન્સના આલિંગનને “અયોગ્ય” ગણાવી રહી છે, જ્યારે અન્ય લોકો તેને સમર્થનની નિશાની તરીકે અર્થઘટન કરી રહ્યા છે.

જેડી વાન્સ અને એરિકા કિર્કનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યારે બે દિવસ પહેલા જેડી વાન્સે તેની પત્ની ઉષાને એક કાર્યક્રમમાં હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી હતી. જેડી વાન્સે કહ્યું હતું કે, “હું ઇચ્છું છું કે મારી પત્ની હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવે. હું ખરેખર ઇચ્છું છું કે મારી પત્ની પણ ખ્રિસ્તી ધર્મને મારા જે રીતે જુએ છે તે રીતે જુએ.” જેડી વાન્સે સોશિયલ મીડિયા પર આ બાબતે અનેક સ્પષ્ટતાઓ રજૂ કરવી પડી હતી. હવે, એરિકાના જેડી વાન્સને તેના પતિ તરીકે બોલાવવાનો અને પછી તેને ગળે લગાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એક નવો વિવાદ ઉભો કરી રહ્યો છે. જાકે, ઉષા વાન્સે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.