નિખિલ ગુપ્તા નામનો ભારતીય નાગરિક
પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો
ખાલિસ્તાન સમર્થકોને કેનેડામાં આશ્રય મળ્યો છે. વાણી સ્વાતંત્ર્યના નામે ભારતને તોડવાનું કાવતરું કરનારાઓને અમેરિકા પણ સમર્થન આપે છે. તાજેતરમાં અમેરિકાએ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાની યોજનામાં ભારતની સંડોવણીનો ખુલાસો કર્યો હતો. અમેરિકાના આ આરોપો સામે રશિયા ભારતના સમર્થનમાં આવ્યું હતું.
રશિયાનું સમર્થન જાઈને ખાલિસ્તાન સમર્થકો નારાજ છે. અત્યાર સુધી ખાલિસ્તાન સમર્થકોના પોસ્ટરમાં પીએમ મોદી અને ભારત સરકાર સાથે જાડાયેલા લોકો સામેલ હતા. પરંતુ આ વખતે અમેરિકાના સાન ફ્રાન્સસ્કોમાં પોસ્ટર પર રશિયાના રાષ્ટપતિ પુતિન પણ જાવા મળ્યા છે.
ખાલિસ્તાન સમર્થકો ઈચ્છે છે કે પશ્ચિમી દેશોએ ભારત પર દબાણ લાવવું જાઈએ અને તે આખી દુનિયામાં એકલું રહે. પરંતુ જ્યારથી રશિયાએ ભારતને સમર્થન આપ્યું છે ત્યારથી ખાલિસ્તાન સમર્થકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. ખાલિસ્તાન સમર્થકોએ પોસ્ટર પર ‘ભારત, રશિયાને સમર્થન ન
આપો’ લખ્યું હતું. થોડા મહિના પહેલા અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય અધિકારીઓ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને મારવાની યોજના બનાવી રહ્યા છે.