પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી અમેરિકા પર નિશાન સાંધ્યું છે.તેમણે કહ્યું કે અમેરિકાએ હુમલો કર્યા વિના પાકિસ્તાનને ગુલામ બનાવી દીધુ છે.એટલું જ નહીં ઇમરાન ખાને શહબાજ શરીફ પર નિશાન સાંધતા કહ્યું કે પાકિસ્તાનના લોકો આયાતિત સરકારને સ્વીકાર કરસે નહીં એ યાદ રહે કે ગત મહીને વિરોધ પક્ષ ઇમરાન ખાનની વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતાં
ત્યારબાદ ઇમરાન ખાનની સરકાર તુટી પડી હતી ઇમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે અમેરિકાએ તેમની સરકાર તોડી પાડવા માટે સમગ્ર કાવતરૂ રચ્યું છે.સરકાર ગુમાવ્યા બાદ ઇમરાન ખાને પાકિસ્તાનના અલગ અલગ શહેરોમાં અનેક રેલીઓ કરી છે તે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શહબાજ શરીફના નેતૃત્વવાળી નવી સરકારને દેશદ્રોહી અને ભ્રષ્ટ્ર સરકાર બતાવી ચુકયા છે.
યુએસ પર નિશાન સાંધતા ઇમરાન ખાને આરોપ લગાવ્યો કે અમેરિકા સ્વકેન્દ્રિત દેશ છે જે પોતાના હિત જોયા વિના કોઇ દેશની મદદ પણ કરતું નથી ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી અમેરિકી વિદેશ સચિવ એટની બ્લિંકનતી પૈસા માટે ભીખ માંગી રહ્યાં છે જેથી તે સત્તામાં પાછા ફરે નહીં
આ પહેલા બ્લિકને ૧૮મેના રોજ ન્યુયોર્કમાં ગ્લોબલ ફુડ સિકયોરિટી પર યોજોનાર બેઠકમાં પાકિસ્તાનને સામેલ થવાનું નિમંત્રણ મોકલ્યું છે.ખાને આરોપ લગાવ્યો કે બિલાવલ અને તેમના પિતા આસિફ અલી જરદારી ભ્રષ્ટ્ર છે અને દુનિયાભરમાં પોતાની સંપત્તિઓ બનાવી રહ્યાં છે.ખાને રેલીમાં કહ્યું કે બિલાવલની તમામ સંપત્તિ દેશની બહાર છે આથી તે અમેરિકાને નારાજ કરવાની હિંમત કરી શકે તેમ નથી નહીંતર તેમનું બધુ જ ગુમ થઇ શકે તેમ છે.