અમેરિકા દ્વારા ‘લોકતંત્ર પર સંવાદ માટે વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ૯ અને ૧૦ ડિસેમ્બરે યોજાશે. આ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જા બિડેને વિશ્વના ૧૧૦ દેશોને આમંત્રિત કર્યા છે, પરંતુ ખાસ વાત એ છે કે અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાંથી ચીન અને રશિયા જેવા ઘણા મોટા દેશ ગાયબ છે.
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અંતિમ યાદીમાં ચીનને લોકતંત્ર પર સંવાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી, જ્યારે અમેરિકાએ તાઈવાનને વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ સિવાય અમેરિકાના હરીફ રશિયાને પણ અંતિમ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે દક્ષિણ એશિયામાંથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાને પણ આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.ર્નાર્ટોના સભ્ય તુર્કીને પણ આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે.
આ વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા તરફથી ભારતને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
આ સાથે જ જા બિડેને પાકિસ્તાન અને ઈરાકને પણ આમંત્રણ મોકલ્યું છે. બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે તણાવનું કારણ બનેલા તાઈવાનને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
અમેરિકાના પરંપરાગત આરબ સાથી ઇજિપ્ત, સાઉદી અરેબિયા, જાર્ડન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને આમંત્રણ આપવામાં આવ્યું નથી. બિડેને બ્રાઝિલને પણ બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સેનારો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મજબૂત સમર્થકોમાંના એક હતા.અમેરિકાએ પોલેન્ડ, કોંગો, દક્ષિણ આફ્રિકા, નાઈજરને પણ આમંત્રણ આપવામાં આવ્યું
યુરોપમાં, પોલેન્ડને તેના માનવાધિકાર રેકોર્ડને લઈને યુરોપિયન યુનિયન સાથે સતત તણાવ હોવા છતાં સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી બાજુ, હંગેરીને કટ્ટરપંથી રાષ્ટ્રવાદી વડા પ્રધાન વિક્ટર ઓરબાનના નેતૃત્વમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આફ્રિકામાં કોંગો, દક્ષિણ આફ્રિકા, નાઈજીરિયા અને નાઈજર આ યાદીમાં સામેલ છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલી યાદી અનુસાર અંતિમ યાદીમાં રશિયાનું પણ નામ નથી, જ્યારે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાને આમંત્રણ આપવામાં આવ્યું નથી.