તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જા કરીને હવે ત્યાં સત્તા જમાવી લીધી છે. અફઘાનિસ્તાનમાં રહેલા વિદેશી હથિયારો પર પણ તાલિબાને કબ્જા કરી લીધો છે અને આ અંગેનું તેણે થોડા દિવસ પહેલા શકિત પ્રદર્શન પણ કર્યુ હતુ. આ હથિયારોમાં અમેરિકાના હથિયાર પણ સામેલ હતા. જો કે હવે અમેરિકાએ પણ તેનો જવાબ આપ્યો છે અને અમેરિકાએ અફઘાનિસ્તાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવાની તાલિબાનની માંગને ફગાવી દીધી છે.
અફઘાનિસ્તાનમાં રોકડ સંકટ વચ્ચે તાલિબાન માટે દેશ ચલાવવાનું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે ત્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન માટે વધુ એક સંકટ ઊભુ કર્યુ છે. અમેરિકાએ અફઘાનિસ્તાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવાનો ઈન્કાર કરી દીધો છે.
તાલિબાને આ અફઘાનિસ્તાનની સંપત્તિ અંગે યુએસ કોંગ્રેસને પત્ર લખ્યો હતો. અમેરિકી કોંગ્રેસને લખેલા પત્રમાં અફઘાનિસ્તાન તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનની સંપત્તિ જપ્ત કરવાથી કોઈ સમસ્યા હલ થઈ શકે નહીં. તેમણે યુ.એસને દેશની સંપત્તિ મુક્ત કરવા અને બેંકો પરના પ્રતિબંધો હટાવવા વિનંતી કરી.
મુત્તાકીએ કહ્યું કે દોહા સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ અફઘાનિસ્તાન અને અમેરિકા હવે સંઘર્ષ કે સૈન્ય વિરોધની સ્થિતિમાં નથી. વધુમાં મુત્તકીએ પત્રમાં લખ્યું છે કે જો સંપત્તિ જપ્ત કરવામાં આવશે તો યુદ્ધગ્રસ્ત દેશમાં મુશ્કેલીઓ વધી જશે, કારણ કે શિયાળાનો સમય આવી રહ્યો છે. તેમણે યુએસ કોંગ્રેસ અને યુએસ સરકારને વિનંતી કરી છે કે તેઓ તેમના નિર્ણયની સમીક્ષા કરે અને સંપત્તિઓ મુક્ત કરે.
અફઘાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ થોમસ વેસ્ટે આ મુદ્દા અંગે અનેક ટ્‌વીટ કર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો અમેરિકા અફઘાનિસ્તાનમાં ૯ બિલિયન ડોલરથી વધુની સંપત્તિ જોહેર નહીં કરે તો માનવતાવાદી કટોકટી ઊભી થઈ શકે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ”અમેરિકાએ ઘણા વર્ષોથી તાલિબાનને સ્પષ્ટ કરી દીધું છે કે જો તે મંત્રણાના બદલે બળ વડે દેશ પર કબજો જમાવી લેશે તો આંતરરાષ્ટ્રીય સમુદાયની બિન-માનવીય સહાય પણ બંધ થઈ જશે”
અફઘાન લોકોને સમર્થન કરવાનું ચાલુ રાખશે. આ માટે અમેરિકાએ આ વર્ષે ૪૭૪ મિલિયન ડોલરની મદદ કરી છે. વાસ્તવમાં ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી જ યુએસએ અફઘાન સેન્ટ્રલ બેંકની ઇં૯ બિલિયનથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી.