અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ગન કંટ્રોલ બિલ રજૂ થયું હતું.જેમા ૨૨૩ સાંસદોએ બિલને સમર્થન આપ્યું હતુ,જ્યારે ૨૦૪ સાંસદોએ બિલનો વિરોધ નોંધાવ્યો હતો.નીચલા ગૃહમાં તો બિલ પસાર થયું હતું,પરંતુ ઉપલા ગૃહમાં બિલ પસાર થાય તેવી શક્યતા ઓછી છે તેવામા અત્યારે કાયદો બનશે નહી પરંતુ નવેમ્બરમાં યોજોનારી સેનેટર્સની ચૂંટણીમાં આ મુદ્દો જરૂર બનશે.અમેરિકામાં બફેલો,ન્યૂયોર્ક,ઉવાલ્દે અને ટેક્સાસમાં ફાયરિંગની ઘટનાઓ બની એ પછી અમેરિકામાં ગન કંટ્રોલનો મજબૂત કાયદો બનાવવાની માંગણી ઉઠી હતી.
અમેરિકાના પ્રમુખ જો બાઈડને કાયદો બનાવવાની જોહેરાત કર્યાના સપ્તાહ બાદ અમેરિકાના નીચલા ગૃહમાં ગન કંટ્રોલનું બિલ રજૂ થયું હતું.બિલમાં કેટલીક જોગવાઈઓ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે.ગન ખરીદવા માટેની ઓછામાં ઓછી વય ૨૧ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે આ સિવાય ૧૫ રાઉન્ડ ફાયર કરે તેવી ગન પર પ્રતિબંધ મૂકવાની માંગણી પણ થઈ છે.