હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવનારી એક અમેરિકી મહિલાએ પોતાનો ગુનો કબુલતા હડકંપ મચી ગયો છે. અમેરિકાના ગ્રેટર બોસ્ટન અને વોશિંગ્ટનના વિસ્તારોમાં રાજનેતાઓ, સૈન્ય અધિકારીઓ, વકીલો, કોર્પોરેટ અધિકારીઓને તે સર્વિસ પ્રોવાઈડ કરતી હતી. મહિલા આ હાઈપ્રોફાઈલ લોકોને એશિયન યુવતીઓ મોકલતી હતી. તે કલાક પ્રમાણે ચાર્જ કરતી હતી. રેકેટમાં સામેલ યુવતીઓને ખુબ શાનદાર એપાર્ટમેન્ટમાં રાખવામાં આવતી હતી. તે ફ્લાઈટથી ટ્રાવેલ કરતી હતી.
મેસાચુસેટ્સમાં રહેતી ૪૨ વર્ષની મહિલા હાન લીની ગત વર્ષ ૨૦૨૩માં નવેમ્બર મહિનામાં ધરપકડ થઈ હતી. હાન લી સાથે ૩૧ વર્ષની જુનમ્યંગ લી અને ૬૯ વર્ષી જેમ્સ લી પણ પકડાયા હતા. તેમના પર ફેબ્રુઆરીમાં સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો. ડિસેમ્બર ૨૦૨૪માં તેમને સજા સંભળાવવામાં આવશે. તેમને ૨૫ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. બોસ્ટન ફેડરલ કોર્ટમાં મહિલાને દોષિત ઠેરવવા માટે ગત શુક્રવારે રજૂ કરાઈ હતી. તેના પર વેશ્યાવૃત્તિ માટે એશિયન મહિલાઓને ફસાવવાનું ષડયંત્ર રચવાનો અને મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો. જો કે મહિલાએ કહ્યું કે તે કોઈને પણ જબરદસ્તીથી આ ધંધામાં ખેંચી લાવી નથી. કોર્ટમાં તેણે જણાવ્યું કે જ્યારે તે એક
ગેરકાયદેસર દેહવેપાર ચલાવતી હતી ત્યારે તેણે કોઈ પણ મહિલાને સેક્સ વર્કમાં સામેલ થવા માટે મજબૂર કર્યા નથી.
કોર્ટને જણાવવામાં આવ્યું કે મહિલા હાન લીએ કેમ્બ્રીજ, વાટરટાઉન. મેસાચુસેટ્સ, ફેયરફેક્સ, ટાયસન, વર્જિનિયાના અનેક વેશ્યાલયોમાં તેણે પોતાના ઈન્ટરસ્ટેટ રેકેટને ઓપરેટ કર્યું. અનેક રાજ્યોમાં તેણે વેશ્યાલયો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા. તે એશિયન મહિલાઓને રાજી કરતી હતી અને પછી તેમને તેમની ડિમાન્ડ પ્રમાણે મોકલતી હતી. મહિલાઓના રેકેટમાં સામેલ સભ્યો જ મહિલાઓને ફ્લાઈટની ટિકિટ, અન્ય ટ્રાન્સપોર્ટેશન માટે કોઓર્ડિનેશન કરતા હતા. તેમની વેશ્યાલયોમાં રાત રોકાવવાની વ્યવસ્થા પણ કરતા.
હાન લીએ પોતાના સેક્સ રેકેટમાં સામેલ મહિલાઓ કે યુવતીઓ માટે શાનદાર એપાર્ટમેન્ટમાં રોકાવાની વ્યવસ્થા કરેલી હતી. જો કે પ્રાઈવસી ખાતર જે એપાર્ટમેન્ટ્સમાં આ યુવતીઓ રહેતી હતી ત્યાં સેક્સ રેકેટ ચલાવવાનો કે ગ્રાહકોને બોલાવવાની મનાઈ હતી. આ નિયમોનું કડકાઈથી પાલન મહિલાઓએ કરવું પડતું હતું. સેક્સ સર્વિસ માટે હાન લી ગ્રાહકો પાસેથી ૩૫૦ ડોલરથી લઈને ૬૦૦ ડોલર ફી ચાર્જ કરતી હતી. આ ફી કલાક દીઠ ચાર્જ કરાતી હતી. સેક્સ સર્વિસ લેતા ગ્રાહકો પાસેથી ફક્ત કેશ લેવાતું હતું. ગ્રાહકો તેને જાહેરાતોથી સંપર્ક કરતા હતા. બે વેબસાઈટના માધ્યમથી મહિલાઓની ગ્રાહકો સાથે એપોઈન્ટમેન્ટ કરાવવામાં આવતી હતી. બંને વેબસાઈટના માધ્યમથી ગ્રાહકોને યુવતીઓના ફોટા મોકલતા હતા. આ ફોટોશૂટ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ કરતા હતા. ન્યૂડ મોડલ્સના ફોટા તેમને મોકલાતા હતા. વેરિફાઈડ ગ્રાહકોને ટેક્સ્ટ મેસેજ કે ફોનથી એપોઈન્ટમેન્ટ શિડ્યૂલ કરાતી હતી. કલાક પ્રમાણે ચાર્જ વસૂલાતો હતો.
હાન લીએ સેક્સ રેકેટ દ્વારા ખુબ કમાણી કરી. આ સિવાય સંપત્તિઓ પણ ઊભી કરી. વ્યક્તિગત અને થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ્સ અને અન્ય માધ્યમોથી ઘણા ડોલર આમતેમ ટ્રાન્સફર કરાયા. જેથી કરીને ગેરકાયદેસર સંપત્તિનો ખુલાસો ન થઈ શકે. મની ઓર્ડરથી પણ તે ઘણા લોકોને પૈસા મોકલતી હતી. રિપોર્ટ મુજબ હાન લીના સેક્સ રેકેટમાં ગ્રાહકોની સંખ્યા હજારોમાં હતી. તેમાં મોટાભાગના હાઈ પ્રોફાઈલ લોકો હતા.