લીલીયા મહાલ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમૃતબા વિદ્યાલય અને શ્રીમતી શાંતાબેન કન્યા વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો. આ તકે સ્થાનિક મામલતદાર પંકજભાઈ બારૈયા,PSI એસ.આર. ગોહિલ, કેન્દ્ર સંચાલક હસમુખભાઈ કરડ, આચાર્ય રંજનબેન રાદડિયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઈ સોની સહિતના અગ્રણીઓએ વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી.