લોકસભા ચૂંટણી પૂર્વે સહકારી અગ્રણીઓએ કોંગ્રેસ સાથે જાડાવાની શરૂઆત કરી છે. અમુલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જાડાયા છે. સહકારી ક્ષેત્રમાં ભાજપની દરમિયાનગીરી અને રાજનીતિથી કંટાળી જુવાનસિંહે કોંગ્રેસમાં ઘરવાપસી કરી હોવાનું જણાવ્યું છે. છેલ્લી બે ટર્મથી જુવાનસિંહ અમુલના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવે છે. વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ટિકિટ ના મળતા નારાજ થઈ તેમણે કોંગ્રેસ છોડી હતી.