અમીષા પટેલે તેના એકસ (ટીવટર) એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં અક્ષય ખન્નાના અભિનયની પ્રશંસા કરવામાં આવી. તેણે ફિલ્મ ‘ધુરંધર’માં રહેમત ડાકુની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકામાં દરેક વ્યક્તિ અક્ષય ખન્નાના અભિનયની પ્રશંસા કરી રહી છે. અમીષાએ ફિલ્મ ‘હમરાઝ’માં પણ અક્ષય સાથે કામ કર્યું હતું, તેથી તેણીએ તેના સહ-કલાકારની પ્રશંસા કરવામાં અચકાઈ નહીં. જાણો અમીષાએ અક્ષય વિશે શું કહ્યું?
અમીષા પટેલે તેની પોસ્ટમાં લખ્યું, ‘અક્ષય ખન્ના ત્યારે મહાન હતો અને તે હવે મહાન છે. હું તેને પ્રેમથી અક્ષુ કહું છું. તે એક સરળ અને નમ્ર વ્યક્તિ છે.’ અમીષા આગળ લખે છે, “અમે બંને ફિલ્મ હમરાઝના પ્રમોશન દરમિયાન લંડનમાં હતા. મારો પિતરાઈ ભાઈ પેરિસથી આવ્યો હતો, અને અમે તેની સાથે રાત્રિભોજન કર્યું. આજે યાદો તાજી થઈ ગઈ. મને નથી લાગતું કે અક્ષયને ખબર પણ છે કે તેણે આ વર્ષે પોતાના અભિનયથી આખા દેશને આશ્ચર્યચકિત કરી દીધો છે.” આ સંદેશ શેર કરવાની સાથે, અમીષાએ પોતાનો અને અક્ષયનો એક જૂનો ફોટો પણ શેર કર્યો. ‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના શક્તિશાળી નકારાત્મક પાત્રને જાયા પછી ચાહકો ‘હમરાઝ ૨’ ની માંગ કરી રહ્યા છે. ૨૦૦૨ માં જ્યારે ફિલ્મ ‘હમરાઝ’ રિલીઝ થઈ હતી, ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. અક્ષય ખન્નાએ તેમાં ગ્રે-શેડ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં બોબી દેઓલ અને અમીષા પટેલ પણ હતા.














































