સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના MD (Dermatology) વિભાગમાં અમિષા રવજીભાઈ ગાબાણીએ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવાનું ગૌરવ હાંસલ કર્યું છે. ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન બદલ તેમને Gold Medal એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ દ્વારા અમિષાએ પરિવાર, ગામ અને સમગ્ર વિસ્તારમાં ગર્વનો માહોલ સર્જ્યો છે. તેમના સતત પરિશ્રમ અને સમર્પણનું આ ઉજ્જવળ પરિણામ છે. અમિષાને આ ઉત્તમ સફળતા માટે ગાબાણી પરિવાર પર સ્નેહીજનો તરફથી હાર્દિક અભિનંદન તથા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.







































