વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ અઠવાડીયાથી ઉત્તરપ્રદેશનો તોફાની પ્રવાસ કરશે.શાહ આગામી ૧૦ દિવસમાં ૭ વાર ઉત્તરપ્રદેશનો પ્રવાસ કરશે.તેમના પ્રવાસની શરૂઆત ૨૪ ડિસેમ્બરથી પ્રયાગરાજથી થશે અને તે યુપીમાં ૪ જોન્યુઆરી ૨૦૨૨ સુધી સભાઓ અને રેલીઓ કરશે.પ્રવાસમાં શાહ ૨૧ સભાઓ અને ત્રણ રોડ શો કરશે.આ દરમિયાન ૧૪૦ વિધાનસભા ક્ષેત્રોને કવર કરવામાં આવશે. જોણકારી અનુસાર એક સભામાં સ્તા વિધાનસભા ક્ષેત્ર કવર કરવામાં આવશે.ભાજપની રણનીતિ છે કે તેમાં ત્રણ ઓબીસી બહુમતિવાળી વિધાનસભા હોય આ સાથે બે શહેરી વિસ્તારની,એક અનુસૂચિત જોતિ ક્ષેત્રની અને એક મુસ્લિમ બહુમતિવાળી વિધાનસભા વિસ્તાર સામેલ થશે પ્રવાસ ગેઠળ ત્રણ રોડ શો આખરી ત્રણ દિવસમાં આયોજીત કરવામાં આવશે.અયોધ્યા,ગોરખપુર અને બરેલીમાં આ રોડ શો થશે અયોધ્યામાં પહેલા અમિત શાહ રામલલાના દર્શન કરશે ત્યારબાદ રોડ શો કરશે
એ યાદ રહે કે ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચુંટણી થનાર છે શાહની યાત્રાની મુખ્ય વિશેષતાઓમાં આગામી ચુંટણીઓ માટે રણનીતિ પર ચર્ચા કરવા માટે પાર્ટી કાર્યકર્તાઓની સાથે તેમની મોડી સાંજે બેઠકો થશે તેમણે કહ્યું કે ભાજપ પ્રમુખના રૂપમાં શાહના નેતૃત્વમાં પાર્ટીએ ૨૦૧૭ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ભારે બહુમતિ હાંસલ કરી હતી અને ૨૦૧૯માં ૮૦માંથી ૬૭ લોકસભા બેઠકો જીતી હતી શાહ ૨૦૧૪માં જયારે ઉત્તરપ્રદેશના પ્રભારી હતા ત્યારે ભાજપ યુપીમાં ૭૩ લોકોસભા બેઠકો જીતી હતી.