કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત મેગા ગ્રીન ઇવેન્ટમાં ‘મિશન ફાઇવ મિલિયન ટ્રી’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ૪૦૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કાર્યક્રમ દરમિયાન શહેરને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવાના હેતુથી ૧૦૧ ઓક્સિજન પાર્ક, હેરિટેજ પાર્ક અને ૮૦ નવી એર કન્ડીશન્ડ ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસો જનતાને સમર્પિત કરવામાં આવી.
જનસભાને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, “ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૧.૨૫ કરોડ વૃક્ષો અને અમદાવાદ શહેરમાં ૫૦ લાખ વૃક્ષો વાવવાના અભિયાનની શરૂઆત થઈ છે. તેમણે જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ હરિયાળું આવરણ વધારવું, સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને ગુણવત્તાયુક્ત જમીનનું સંરક્ષણ કરવાનું છે.”
અમિત શાહે કહ્યું કે, “આ અભિયાન માટેની વાત જ્યારે સૌથી પહેલા કરી ત્યારે કોઇએ હા પણ ના પાડી કે ના પણ ના પાડી. મિટીગમાં હર્ષભાઇ પણ હતા. હા એટલે ના પાડી કે, બધાને લાગતું તું આ થશે નહીં? અને ના ન પાડી કારણ કે, આ અમિત શાહને ના ક્્યાં પાડવી છોડો ચુપ રહો. પણ બધા પાછળ પડ્યા અને ગુજરાત સરકાર સાથે આજે જન ભાગીદારીથી લોકો જાડાયા છે. સોસાયટીઓમાં પણ વૃક્ષો વાવાનુ કામ થયુ છે. પરંતુ આજે જનભાગીદારીના કારણે તે એક જનઆંદોલન બની ગયું છે. સોસાયટીઓથી લઈને વિવિધ સંસ્થાઓએ પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.”
‘મિશન ફાઇવ મિલિયન ટ્રી’ હેઠળ અમદાવાદમાં ૧૦૧ ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટ તેમજ હેરિટેજ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરના ૩૫થી વધુ સ્થળોએ કુલ ૨૨.૭૧ લાખથી વધુ છોડ વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે આશરે ૯.૬૬ લાખ ચોરસ મીટર સરકારી જમીન પર હરિયાળી વિકસાવવામાં આવશે. તે જ રીતે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ૬૧ વિશેષ પાર્કમાં ૧૫.૯૬ લાખ છોડ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કુલ ૬.૪૪ લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લેશે.
માત્ર વૃક્ષારોપણ પૂરતું નહીં રહે, પરંતુ તેના લાંબા ગાળાના જતન માટે પ્રશાસને આઇટીસી ઇન્ડિયા લિમિટેડ, વિશ્વનાથ રિયલ્ટર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ જેવી કંપનીઓ સાથે સીએસઆર હેઠળ કરાર કર્યા છે. આ સંસ્થાઓ વૃક્ષોના ઉછેર અને જાળવણીની જવાબદારી સંભાળશે.
કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને માર્ગ-મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ૪૦૫ કરોડના વિવિધ રોડ, ડ્રેનેજ, બિલ્ડીંગ અને સિવિલ પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ગ્રીન મોબિલિટી અંતર્ગત બીઆરટીએસમાં ૮૦ નવી એર કન્દીસંદ ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એએમટીએસના કાફલામાં પણ ૭૫ નવી એસી બસો ઉમેરવામાં આવી છે. બીઆરટીએસ માટેની આ ઇલેÂક્ટ્રક બસોના સંચાલન અને ચા‹જગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ દર વર્ષે અંદાજે ૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે.