ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં હવે વધારે સમય રહ્યો નથી. ત્યારે આવા સમયે સત્તાધારી પક્ષ સાથે સાથે વિપક્ષી પાર્ટીઓ પણ તોડજોડની રાજનીતિમાં લાગી ગઈ છે. ચૂંટણી સંબંધમાં ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ અને નિષાદ પાર્ટીની સંયુક્ત રેલીમાં શામેલ થયા હતા. આ વિશાળ રેલી સાથે જોડાયેલ એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને અન્ય લોકોની તસ્વીર છે, પણ સીએમ યોગી આદિત્યનાથની તસ્વીર ગાયબ છે. આ પોસ્ટરને લઈને પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે કટાક્ષ કર્યો છે.
પૂર્વ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહે ભાજપા-નિષાદ પાર્ટીની સંયુક્ત રેલી સાથે જોડાયેલ પોસ્ટરને લઈને ટિવટ કર્યું છે. તેમણે સીએમ યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા લખ્યું છે કે, હટાવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી કે શું ? શું ફાયદા મહારાજજી ખર્ચો આપ ઉઠાવો અને આપની તસ્વીર જ ગાયબ થઈ ગઈ. જરાં આપના કલાકારો પાસેથી આ મામલે તપાસ કરાવો.
પૂર્વ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહનું આ ટિવટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. સાથે જ યુઝર્સ પણ તેના પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. કેકે શુક્લા નામના યુઝર્સે જવાબ આપતા લખ્યું કે, યુપીના પૈસાથી બનેલા જોહેરાતના બોર્ડમાંથી મુખ્યમંત્રી ગાયબ થઈ જોય, આ વાત જનતા સાંખી લેશે નહીં. પહેલા કોરિડોરના ઉદ્ધાટનમાં પણ ફક્ત પ્રધાનમંત્રી હતા, અને હવે જોહેરાતમાંથી પણ ગાયબ.
રાજેશ યાદવ નામના યુઝર્સે આ ટિવટનો જવાબ આપતા લખ્યું છે કે, આ તસ્વીરથી એ મેસેજ તો ક્લિયર થઈ ગયો છે કે, ભાજપ પણ સીએમને પસંદ નથી કરતી. સૈયદ હુસૈન નામના યુઝર્સે લખ્યું છે કે, અત્યારે તો ફોટોમાંથી ગાયબ છે, ચૂંટણી બાદ રાજ્યમાંથી પણ ગાયબ થઈ જશે.