દિગ્ગજ અભિનેતા રજનીકાંત અને અમિતાભ બચ્ચન આ દિવસોમાં એમની ફિલ્મને લઇને મોટી સફળતા હાંસિલ કરી છે. ફિલ્મી ઇન્ડસ્ટ્રીના સૌથી દમદાર એક્ટર તરીકે જાણીતા છે. અમિતાભ બચ્ચન અને રજનીકાંત લાખો લોકોના દિલમાં રાજ કરે છે. જોકે મહત્વની વાત તો એ છે કે અમિતાભ બચ્ચન અને રજનીકાંત એક સાથે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ વૈટ્ટિયનના સેટ પરથી રજનીકાંત અને અમિતાભ બચ્ચનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો પોસ્ટ કરતા પ્રોડક્શન હાઉસે કેપ્શનમાં લખ્યુ છે કે ભારતીય સિનેમાના દિગ્ગજ. સુપરસ્ટાર રજનીકાંત અને શહંશાહ બચ્ચને એમની આગવી અદાઓથી મુંબઇમાં વેટ્ટિયનના સેટ પર શોભા વધારી.
એક તસવીરમાં બન્ને ભાઇઓની જેમ ગળે મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને સફેદ શર્ટ, ગ્રે વેસ્ટકોટ અને બ્લેઝરની સાથે ટ્રાઉઝર પહેરેલું જાવા મળે છે જ્યારે રજનીકાંતે બ્લેક શર્ટ, બ્લેઝર અને ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યા છે. બન્ને સુપરસ્ટાર્સને એક ફ્રેમમાં જાઇને ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. એક યુઝર્સે લખ્યુ છે કે સુપરસ્ટાર અને બિગ બી. જ્યારે બીજા એક યુઝર્સે લખ્યુ છે કે લેજેન્ડ્‌સ. આટલું જ નહીં બન્ને એક્ટરની પોસ્ટ પર એક યુઝર્સે લખ્યુ છે કે એક ફ્રેમમાં બે દિગ્ગજા.
આમ, તમને જણાવી દઇએ કે રજનીકાંત અને અમિતાભ બચ્ચન ૩૩ વર્ષ પછી એક સાથે સ્ક્રીન શેર કરશે. છેલ્લે બન્ને એક્ટર ૧૯૯૧ની ફિલ્મ હમ મેં એક સાથે જોવા મળ્યા હતા. મુકુલ એસ આનંદ દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં ગોવિંદા, મુકુલ એસ આનંદ, અનુપમ ખેર, કાદર ખાન, શિલ્પા શિરોડકર જોવા મળ્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત છેલ્લે લાલ સલામમાં જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રજનીકાંત દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં રજનીકાંતે મોઇદીન ભાઇની ભૂમિકા નિભાવી હતી. હવે જલદી અનેક બીજા પ્રોજેક્ટસમાં પણ જોવા મળશે. અમિતાભ બચ્ચન આગામી કલીફ ૨૮૯૮ એડીમાં જોવા મળશે. આ સાથે અમિતાભ અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે. થોડા દિવસ પહેલાં મેકર્સે પ્રોમો રિલીઝ કર્યો હતો જેમાં અમિતાભ બચ્ચની ઝલક સાથે જોવા મળી હતી.