અમિતાભ બચ્ચનને બોલિવૂડના સુપરસ્ટાર તરીકે ઓળખવામાં આવે છે, જેમણે દાયકાઓથી બોક્સ ઓફિસ પર રાજ કર્યું છે. તેમને ટેલિવિઝનની દુનિયામાં નંબર વન હોસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ હવે તેઓ રિયલ એસ્ટેટની દુનિયામાં પણ નંબર વન સેલિબ્રિટી બની રહ્યા હોય તેવું લાગે છે. હકીકતમાં, બિગ બીને રિયલ એસ્ટેટ અને પ્લાનિંગ નિષ્ણાત માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, અમિતાભ બચ્ચને એક મોટો રિયલ એસ્ટેટ સોદો કર્યો છે. તેમણે ગોરેગાંવ પૂર્વ, મુંબઈમાં ૧૩ વર્ષ જૂના બે લક્ઝરી ફ્લેટ રૂ. ૧૨ કરોડમાં વેચ્યા હતા.અમિતાભ બચ્ચને મૂળ રૂપે ૨૦૧૨ માં પ્રીમિયમ ઓબેરોય એક્સ્ક્વિઝીટ બિલ્ડીંગના ૪૭મા માળે સ્થિત આ મિલકતો દરેક રૂ. ૩ કરોડમાં ખરીદી હતી. આ વેચાણથી તેમના પ્રારંભિક રોકાણ પર અંદાજે ૪૭% વળતર મળ્યું છે, જેના કારણે તેઓ પ્લાનિંગ અને રિયલ એસ્ટેટની દુનિયામાં જાણીતા વ્યક્તિ બન્યા છે.નોંધનીય છે કે અમિતાભ બચ્ચન છેલ્લે કલ્કી ૨૮૯૮એડીમાં જાવા મળ્યા હતા, જ્યારે તેઓ હાલમાં કૌન બનેગા કરોડપતિ ૧૭ હોસ્ટ કરી રહ્યા છે. તેમની નેટવર્થની વાત કરીએ તો, બિગ બી ૧૬૩૦ કરોડ (આશરે ૧.૬૩ બિલિયન) ની નેટવર્થ ધરાવે છે, જે તેમની ફિલ્મો, ટીવી શો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રિયલ એસ્ટેટ અને રોકાણોમાંથી આવે છે. તેઓ વ્યવસાયિક સાહસોમાંથી પણ કમાણી કરે છે.એ નોંધનીય છે કે અમિતાભ બચ્ચન મુંબઈમાં પાંચ બંગલા ધરાવે છેઃ જલસા, પ્રતિક્ષા, જનક, વત્સા, અને જલસા પાછળ એક બંગલો. તેઓ પવના, પુણે અને ફાંસમાં પણ એપાર્ટમેન્ટ ધરાવે છે. આમ, બિગ બીની આવકનો એક સ્ત્રોત રિયલ એસ્ટેટ જગત છે.










































