અમિતાભ બચ્ચન તાજેતરમાં મુંબઈમાં એક લગ્નમાં હાજરી આપી હતી, જ્યાં તેઓ તેમની પત્ની અને અભિનેત્રી જયા બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ જાડાયા હતા. સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં આખો બચ્ચન પરિવાર વર-કન્યા સાથે પોઝ આપતો જાવા મળે છે.
બચ્ચન પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મો હોય કે આૅફલાઇન, બચ્ચન પરિવાર દરેક જગ્યાએ ખાસ જાવા મળે છે. આ ખાસ તસવીરમાં બિગ બી બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરેલા જાવા મળી રહ્યા છે, જ્યારે અભિષેક બચ્ચન સફેદ કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. જયા બચ્ચન ગુલાબી સાડીમાં રોયલ સ્ટાઈલમાં જાવા મળે છે, પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યા રાય બચ્ચન ક્યાંય દેખાઈ ન હતી.
બચ્ચન પરિવારની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નેટીઝન્સ પણ આ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ તસવીર મુંબઈમાં રિકિન યાદવ અને સુરભીના વેડિંગ રિસેપ્શનની છે, જેમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને અભિષેક બચ્ચન હાજર રહ્યા હતા. વાસ્તવમાં, રિકિન મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવનો પુત્ર છે, જે બચ્ચન પરિવાર સાથે ત્રણ દાયકાથી વધુ સમયથી જાડાયેલા છે. કામની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે ફિલ્મ ‘કલ્કી ૨૮૯૮ એડી’માં જાવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ, પ્રભાસ અને કમલ હાસન મુખ્ય ભૂમિકામાં હતા. જાકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ ભૂતનાથ ૩માં જાવા મળી શકે છે. અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’માં જાવા મળ્યો હતો. આ ફિલ્મ ૨૨ નવેમ્બર ૨૦૨૪ના રોજ રીલિઝ થઈ હતી.