પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ લીધેલા નિર્ણયોને પાછા ખેંચવાની તેમની માંગને પુનરાવર્તિત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકો તેમની આગવી ઓળખને બચાવવા માટે એકજૂથ છે. બુધલ રાજૌરીમાં અનેક જાહેર સભાઓને સંબોધતા મહેબૂબાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકોને તેમના ધર્મ, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના વિશેષ દરજ્જા નાબૂદ કરવો અસ્વીકાર્ય છે.
પીડીપી પ્રમુખે કહ્યું, ‘અમારી ઓળખ છીનવાઈ ગઈ. અમારી વિશેષ સ્થિતિ છીનવાઈ ગઈ. આ અમને અસ્વીકાર્ય છે.’ તેમણે કહ્યું કે લદ્દાખી અને ડોગરી સહિત વિવિધ સમુદાયો હતાશ છે અને પ્રદેશ પર લાદવામાં આવેલા ફેરફારોને કારણે નિરાશ થયાની લાગણી અનુભવે છે.
મહેબૂબાએ કહ્યું, ‘લદ્દાખના લોકો ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જે પણ થયું તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યાંના વેપારીઓને પણ લાગે છે કે તેમની જમીનો છીનવાઈ રહી છે અને તેમની પાસે કંઈ જ બચ્યું નથી. જમ્મુના ડોગરા સમુદાયને પહેલા આશા હતી કે કલમ ૩૭૦ હટાવવાથી તેમને કોઈ રીતે ફાયદો થશે, પરંતુ હવે તેઓ વિશેષ દરજ્જા હટાવવાથી નારાજ છે, કારણ કે ત્યાંના લોકોના સંસાધનો છીનવાઈ રહ્યા છે.
અસંમતિના દમનને ટાંકીને, પીડીપી પ્રમુખે જણાવ્યું હતું કે પબ્લીક સેફ્ટી એક્ટ (પીએસએ) નો ઉપયોગ એવા યુવાનો સામે થાય છે જેઓ રોજબરોજના મુદ્દાઓ સામે અવાજ ઉઠાવવાની હિંમત કરે છે. તેમણે કહ્યું, ‘અહીં ઉત્પાદિત વીજળી અન્ય રાજ્યોમાં મફત આપવામાં આવે છે, જ્યારે અહીં તેની કિંમત ૧૦ ગણી વધારી દેવામાં આવી છે. ગરીબ લોકો આટલી મોટી વીજળીની ચૂકવણી કેવી રીતે કરી શકશે?’
પૂર્વ સીએમએ કહ્યું, ‘પ્રશાસન એક અલગ ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જાણે જમ્મુ-કાશ્મીરમાં દરેક જગ્યાએ દૂધની ધારા વહી રહી છે. વાસ્તવિકતા ભયજનક રીતે નિરાશાજનક છે. લોકોનું મનોબળ દરેક પસાર થતા દિવસ સાથે ઘટી રહ્યું છે.
મહેબૂબાએ કહ્યું, “ડોગરા સમુદાયના લોકોએ તેમના બાળકોને ડોગરી બોલતા શીખવવું જાઈએ, ગુર્જરોએ તેમના બાળકોને ગુજરી શીખવવી જાઈએ, પંજાબીઓએ પંજાબી શીખવવી જાઈએ અને કાશ્મીરીઓએ કાશ્મીરી બોલવું જાઈએ. ભાષા આપણને આપણા મૂળ સાથે જાડાયેલ રાખે છે. આપણે આપણી ઓળખની રક્ષા કરવી જાઈએ. બધું કરો, જે આપણા હાથમાં છે. મુફ્તીએ કહ્યું કે આ ચૂંટણી અમારા મુખ્ય હિતોની રક્ષા માટે લડવામાં આવી રહી છે.