અંકિતા લોખંડે અને તેનો હસબન્ડ વિકી જૈન ‘બિગ બાસ ૧૭’માં દેખાયાં હતાં. એ દરમ્યાન તેમની વચ્ચે થયેલા ઝઘડાઓ ચર્ચાનો વિષય બન્યા હતા. શો દરમ્યાન વાત તો ડિવાર્સ સુધી પહોંચી ગઈ હતી. બન્ને વચ્ચે ઘણા મતભેદ પણ થયા હતા. બિગ બાસના હાઉસમાંથી બહાર આવ્યા બાદ હવે તેઓ ખુશખુશાલ જીવન પસાર કરી રહ્યા છે. તેઓ એકમેક સાથે ક્વાલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે.
રિલેશન વિશે અંકિતાએ કહ્યું કે ‘હું જ્યારે બિગ બાસમાંથી બહાર આવી તો મીડિયાનો સવાલ હતો, શોમાં પ્રેશર હતું? મારો જવાબ છે કે કોઈ તમારા પર પ્રેશર નથી નાખતું, પરંતુ તમે જાતે પોતાના પર પ્રેશર લો છો. લોકો તમારા રિલેશનને જજ કરે છે. અમારા રિલેશનને અમે સારી રીતે જાણીએ છીએ. અમારું બાન્ડીગ પણ અમે જાણીએ છીએ. શોમાં મેં કેટલીક બાબતો કહી હતી. વિકીએ પણ કેટલીક બાબતો કહી હતી. હું નથી ચાહતી કે લોકો અમને જજ કરે, કારણ કે હું કોઈની રિલેશનશિપને જજ નથી કરતી. હું કોઈ સ્પર્ધામાં નથી ઊતરી. હું પર્ફેક્ટ વ્યક્તિ નથી, પરંતુ મારી રિલેશનશિપમાં હું પર્ફેક્ટ છું. કપલ્સના ઘરમાં ઝઘડા થતા હોય છે, પરંતુ આપણે એ નથી જાતા. અમને જાણ જ નહોતી કે અમે આટલા ઝઘડા કરીશું. અમારી વચ્ચે કોઈ સમસ્યા જ નહોતી. એ ઘરમાં અમારા ઝઘડા થયા હતા અને ત્યાં જ ખતમ થઈ ગયા. હવે લોકો સવાલ કરે છે આ લોકો કેમ સાથે છે? લોકો તો અમારા ડિવાર્સ પર પણ કમેન્ટ કરે છે અને અમને નીચાં દેખાડે છે. અમને જજ કરવાનું બંધ કરો. તમને જેમ જીવવું હોય તેમ જીવો અને અમને પણ અમારી રીતે લાઇફ જીવવા દો.’
‘બિગ બાસ ૧૭’ના એપિસોડ્‌સ જાઈને અંકિતા લોખંડેને આઘાત લાગે છે. ટીવી પર એ અતિશયોક્તિ ભરેલા દેખાય છે. એ એપિસોડ જાવાનું તેને સારું નથી લાગતું. એને કારણે તેના પર માઠી અસર થાય છે.