અમર સાહેબ આશ્રમના મહંત શ્રી ચંદ્રેશ બાપુએ સતગુરુ અમર સાહેબની ૩૩મી નિર્વાણ તિથિની ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦ વાગ્યે બટુક ભોજન અને ધ્વજારોહણથી થઈ હતી. બપોરે ૩ વાગ્યે બાંદ્રા ધામથી પધારેલા દેવાંગી બાપુ અને ભેડા પીપળીયાથી આવેલા ઘનશ્યામ મહારાજનું ગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ, આલિંગભાઈ વાળા અને સંજયભાઈ વાળાએ મહેમાનો અને પત્રકારોનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.દેવાંગી બાપુ અને ઘનશ્યામ મહારાજે ભાવિક ભક્તોને સત્સંગનો લાભ આપ્યો હતો. કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને આરતી પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લગભગ ૪૦૦૦થી ૫૦૦૦ ભાવિક ભક્તોએ આશ્રમમાં મહાપ્રસાદ લીધો હતો.