અમરેલીમાં અમર ડેરીના નવા ડેરી પ્લાન્ટના પટાંગણમાં ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાની અધ્યક્ષતામાં યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડેરીના એમ.ડી. ડો. આર.એસ. પટેલે યોગનું મહત્વ સમજાવ્યું હતું. અશ્વિનભાઇ સાવલીયાએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વમાં આપણી પ્રાચીન યોગ વિદ્યા અને ઋષિમુનિઓએ આપેલ યોગ અને સાધનાનું મહત્વ વિશ્વને જણાવ્યું છે. મને કહેતા ગર્વ થાય છે કે, આજે સમગ્ર વિશ્વ આધુનિક યુગ તરફ હરણફાળ ભરી રહ્યું છે અને બીજી તરફ ભયંકર બીમારી કે રોગનો પણ સામનો કરી રહ્યું છે ત્યારે વિશ્વને બીમારીથી બચાવવા યોગ અને આયુર્વેદિક ઉપચારમાં દેશ દુનિયામાં સૌથી આગળ છે. વડાપ્રધાને તેમના યોગ સંદેશમાં જણાવ્યું છે કે, શરીર માટે યોગ અને શરીરના પોષણક્ષમ આહાર માટે દૂધની બનાવટોનો આહાર લેવો જોઇએ. આ તકે ચંદુભાઇ રામાણી, રામજીભાઇ કાપડીયા, ભાવનાબેન ગોંડલીયા, રેખાબેન કાકડીયા, ભારતીબેન પટેલ, ડી.આર. રામાણી અને સંઘના તમામ વિભાગના સ્ટાફે હાજર રહી યોગ કર્યા હતા.