અમર ડેરી દ્વારા રાંદલના દડવા ગામની પપ બહેનો માટે મધમાખી ઉછેર અંગે ૭ દિવસીય તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે તાલીમ આજે પૂર્ણ થતા સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી, એમ.ડી. ડો. આર.એસ. પટેલ, કુલદીપભાઇ સોજીત્રા, ડી.આર. રામાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ અને બેગ આપવામાં આવ્યા હતા. સંઘના અધિકારી હરેશભાઇ કાકડીયા, નીતિનભાઇ પાનસુરીયા તેમજ વિરેનભાઈ એવીયા વગેરે દ્વારા તાલીમ સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. તાલીમમાં અશ્વિનભાઇ સાવલીયા અને મુકેશભાઇ સંઘાણી દ્વારા બહેનોને મધુપાલનના વ્યવસાય સાથે જાડાવાની પ્રેરણા આપવામાં આવી હતી.