આજ રોજ સાંજે ૦૯.૦૦ વાગ્યે અમર ડેરી દ્વારા ભવ્ય “શરદોત્સવ – મિલ્ક ડે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પરસોત્તમભાઈ રૂપાલા (પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ) તથા મુખ્ય મહેમાન તરીકે દિલીપભાઈ સંઘાણી (ચેરમેન – ઇફ્કો, એન.સી.યુ.આઈ.) ગરીમાય ઉપસ્થિત રહેશે. અમરેલી જિલ્લાભરના સહકારી આગેવાનો, દૂધ ઉત્પાદક ખેડૂત પશુપાલક ભાઈબહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. શરદોત્સવનો હેતુ સહકારની ભાવનાને મજબૂત બનાવવી તથા દૂધ ઉત્પાદકોના યોગદાનને બિરદાવવાનો છે.
સહકાર ક્ષેત્રના વિકાસ માટે નવી દિશા અને પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. સાથે જ ભવ્ય ઓર્કેસ્ટ્રા સાથે ખેલૈયાઓ માટે રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમર ડેરી સંચાલક મંડળે સૌને કાર્યક્રમમાં પધારવા આમંત્રણ આપ્યું છે.








































