અમરેલીની અમર ડેરીમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ અને સહકાર સપ્તાહ ઉજવણી નિમિત્તે ૦૨ જુલાઇના રોજ અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયાના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો હતો. આ તકે જિલ્લા રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ૨૦૨૫ અને ભારત સરકારમાં સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મોડલ ઓડિટ એક્સરસાઇઝ,એમ્બ્રિયો ટ્રાન્સફરથી ET, ગાય અને મધમાખી પાલન દ્વારા પ્રાકૃતિક ખેતી,૧૨ અને ૫૦ દુધાળા પશુઓની યોજનાનો લોન મેળો, AH કિસાન ક્રેડિટ કાર્ડ, ઉભરતી તકનીકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટ્રાર સંદીપ અણીયાણી, અમરડેરીનાં MD ડો.આર. એસ. પટેલ, GM ડી.આર.રામાણી, ડો.દેસાઈ, ડો.કામદાર,અમુલ ફેડરેશનના અધિકારી ડો. ચાવડા, અપૂર્વ સુથાર સહિત વિભાગીય અધિકારીઓ, કર્મચારીઓ, ગોપાલકમિત્રો, સહકારી દૂધ મંડળીના મંત્રીઓ સહિત કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.