અમુલ ફેડરેશન અને અમર ડેરી દ્વારા આયોજિત ખાસ કાયઝન વિઝિટ અંતર્ગત, અમર ડેરીના સ્.ઇ. અને મિકેનિકલ એન્જિનિયર ચૈતન્ય ભટ્ટ જાપાન પ્રવાસે જઈ રહ્યા છે. ૨૧મી જૂન, ૨૦૨૫ થી શરૂ થતી આ ૭-દિવસીય કાયઝન ટુરનો ઉદ્દેશ્ય વિભાગીય અધિકારીઓને ઓછા સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્યક્ષમતા વધારવા અને કર્મચારીઓ પાસેથી શ્રેષ્ઠ કામગીરી કરાવવા માટે તાલીમ આપવાનો છે. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, એમ.ડી. ડો. આર.એસ. પટેલ, જનરલ મેનેજર ડી.આર. રામાણી અને સાથી કર્મચારીગણે ચૈતન્ય ભટ્ટને આ મહત્વપૂર્ણ પ્રવાસ માટે અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.