અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાની કૃભકો દિલ્લીનાં ડેલીગેટ તરીકે પસંદગી થતાં તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ડેલીગેટનાં સભ્ય બન્યા બાદ અશ્વિનભાઈ સાવલીયાએ ફતેપુર ખાતે સંત ભોજાભગતનાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અશ્વિનભાઈ સાવલીયાએ ઈફકોનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ પરશોતમભાઈ રૂપાલા અને પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કર્યો હતો.