અમરેલી જિલ્લામાં આવેલી અમર ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય કરતાં પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. અમરડેરી દ્વારા અત્યારસુધીમાં પહેલીવાર ફેટમાં પ્રતિકિલોએ ૭ર૦ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવતાં આ નિર્ણયને પશુપાલકોએ વધાવ્યો છે. દિલીપભાઇ સંઘાણી, પરશોત્તમભાઇ રૂપાલા અને અશ્વીનભાઇ સાવલીયાએ પરામર્શ કરી કટોકટીના સમયે પશુપાલકોને પુરતા ભાવ મળી રહે તે માટે અને પશુપાલકોનું પશુધન જળવાઇ રહે તેવા ઉમદા હેતુ માટે અમર ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ દૂધના પ્રતિકિલો ફેટ રૂ. ૭૧૦માં રૂ. ૧૦નો વધારો કરી આગામી તા.૧ જૂનના રોજથી પ્રતિકિલો ફેટ ૭ર૦ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમર ડેરીએ પ્રતિકિલો ફેટમાં રૂ. ૧૦નો વધારો કરતાં પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.