સુરતની અમરોલી પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ફટાકડાના જથ્થા સાથે એક મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. જાહેર જનતાના જીવ જાખમમાં મૂકાય તેવી રીતે રહેણાંક વિસ્તાર કોસાડ આવાસમાં કોઈ પણ ફાયર સેફ્ટી વગર ફટાકડાનો આટલો મોટો સંગ્રહ કરવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ ફટાકડાનો જથ્થો કાપોદ્રાના એક ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવામાં આવ્યો હતો. આ ફટાકડાના વેપારીના પણ કાપોદ્રા વિસ્તારમાં ગોડાઉન આવેલા છે તેની પણ તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે.પોલીસને અમરોલી વિસ્તારના કોસાડ એચ-૫ આવાસમાં ફટાકડાનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બે બિÂલ્ડંગના પાંચ જુદા-જુદા ફ્લેટમાંથી પોલીસને મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે મનોજ દેવીપૂજક અને સંગીતાબેન દેવીપૂજક નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ. ૮,૫૯,૫૯૫ની કિંમતના ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આરોપીઓએ રહેણાંક ફ્લેટની અંદર કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટીની વ્યવસ્થા વગર આટલા મોટા પ્રમાણમાં જ્વલનશીલ ફટાકડાનો જથ્થો રાખ્યો હતો, જેના કારણે આસપાસના લોકોના જીવને મોટું જાખમ હતું. પોલીસે બંને આરોપીઓ સામે આ ગંભીર બેદરકારી બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઝડપાયેલો ફટાકડાનો આ જથ્થો કાપોદ્રાના એક મોટા ફટાકડાના વેપારી ‘અનિલ’ પાસેથી લાવવામાં આવ્યો હતો.પોલીસને શંકા છે કે આ અનિલ નામના વેપારીનું કાપોદ્રા વિસ્તારમાં પણ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગોડાઉન હોઈ શકે છે. આ મુખ્ય સપ્લાયર અંગે અમરોલી પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે. દિવાળી તહેવારોના સમયમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરીને જાહેર સુરક્ષા જાખમમાં મૂકનારાઓ સામે પોલીસ સખત પગલાં લેવા કટિબદ્ધ છે. ફટાકડાના આટલા મોટા જથ્થાને કારણે આખુ પોલીસ સ્ટેશન ભરાઈ ગયું હતું.