અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા-ફરતા આરોપીને ન્ઝ્રમ્એ બાતમીના આધારે બાબરા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.બાબરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા ગુના મુજબ, આરોપી બિપિનભાઈ ઉર્ફે સીતારામ પુરુષોત્તમભાઈ ગોહિલ (ઉં.વ. ૫૮) એ અંદાજે રૂ.૧૫,૧૬,૦૦૦ની મોટી રકમની છેતરપિંડી આચરી હતી. ઘટના બાદ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો હતો. પકડાયેલ આરોપી હાલ સુરત રહેતો હતો અને મૂળ જેતપુરનો રહેવાસી છે.આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.ડી. ગોહિલ, જે.ડી. વાઘેલા તથા હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઢાપા, તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ રમેશભાઈ તેમજ પરાક્રમસિંહની ટીમ દ્વારા કરવામાં આવી હતી.