અમરેલી જિલ્લાના ધોરણ ૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારલક્ષી માર્ગદર્શન અને કૌશલ્ય વિકાસના હેતુસર અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે “ફ્રી સમર સ્કિલ વર્કશોપ-૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ આગામી ૨ જૂન અને ૩ જૂન, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાક થી બપોરે ૦૩ઃ૦૦ કલાક સુધી યોજાશે. જેમાં કમ્પ્યુટર, સીવણ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જેવા વિવિધ ગ્રૃપની બે દિવસની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. લાભ લેવા ઈચ્છુક ઉમેદવારોએ ૧ જૂન, ૨૦૨૫ સુધીમાં ૯૪૨૪૦ ૧૭૬૨૬ નંબર પર પોતાનું નામ લખી વોટ્સએપ મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરાવી લેવું.