અમરેલી એ.આર.ટી.ઓ. કચેરી ખાતેનો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેક્નિકલ કારણોસર આગામી ગુરુવાર, તા. ૦૫ અન ૦૬ જૂન, ૨૦૨૫ના રોજ બંધ રહેશે. અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, આ બે દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સ્થગિત રહેશે. વાહનચાલક પરવાના માટે ટેસ્ટ આપવા આવનાર જાહેર જનતાને આ બાબતની ખાસ નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવશે. આ અસુવિધા બદલ આર.ટી.ઓ. કચેરી દ્રારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.