અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, અમરેલી એ.આર.ટી.ઓ. ખાતે કાર્યરત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આગામી તા. ૦૯ જૂન, ૨૦૨૫, સોમવારના રોજ બંધ રહેશે. ટેકનીકલ કારણોસર આ દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સ્થગિત રાખવામાં આવશે.