અમરેલી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા આગામી તા.રર ડિસેમ્બરથી પંચદશાબ્દીનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદીર અમરેલીધામ દ્વારા આગામી તા.રર ડિસેમ્બરથી ર૮ ડિસેમ્બર સુધી પંચદશાબ્દી મહોત્સવનાં ભાગરૂપે શ્રીમદ્દ સત્સંગીજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીનાં ધારી રોડ પર આવેલા હરીકૃષ્ણ ગૌશાળાની સામે ડો.પીઠડીયાની વાડીમાં આ કથા યોજાશે. સત્સંગીજીવન કથાપારાયણનાં વક્તા તરીકે શા†ી હરીસ્વરૂપદાસજી અમરેલીધામ પોતાના મુખેથી કથા સંભળાવશે. તેમજ કોઠારી હરીકૃષ્ણદાસજી સ્વામી સુરતવાળા પણ પોતાના મુખેથી હરીભક્તોને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન ઘરસભા, સાંસ્કૃતિક કાર્યક્રમ, લોકડાયરો, રાસોત્સવ, શાકોત્સવ, મહિલામંચ, યુવામંચ, બ્રહ્મકુમારોને યજ્ઞોપવિત, રક્તદાન કેમ્પ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાપારાયણનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ઃ૩૦ થી ૭ઃ૦૦ વાગ્યા સુધીનો રહેશે. કથાપારાયણનો લાભ લેવા સમગ્ર પરીવાર સાથે હાજર રહેવા સ્વામિનારાયણ મુખ્ય મંદીર અમરેલીધામ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.