અમરેલી સેવા ટ્રસ્ટ મંદબુદ્ધિના બાળકોના કલ્યાણ અર્થે કાર્ય કરે છે. તાજેતરમાં અમરેલી સ્મશાન કમિટી સંચાલિત માનસિક વિકાસ કેન્દ્ર (મંદબુદ્ધિના બાળકોનું છાત્રાલય)ને ટ્રસ્ટ દ્વારા રૂ. બે લાખનું અનુદાન આપવામાં આવેલ છે, તેમ સંસ્થા વતી રાજુભાઇ પરીખે જણાવ્યું હતું.