અમરેલી સૂર્યા ગાર્ડન ખાતે ઈન્ડિયા હેલ્થલાઈનની અગત્યની મિટિંગ ડો.ગોવિંદભાઈ
ગજેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. કિરીટકુમાર દેસાણી, સુરેશભાઈ સોલંકી પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય મજદૂર પરિષદ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈન્ડિયા હેલ્થલાઈન રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયાના માર્ગદર્શનથી ભારત ભરના ડોક્ટરનું મોટુ સંગઠન છે. અમરેલી જિલ્લા પ્રમુખ ડો.ગોંડલીયા, કાર્યકારી પ્રમુખ ડો. હરેશભાઈ યાદવ, મહામંત્રી ડો.દિલીપભાઈ ધાધલ, મહામંત્રી ડો.નેહાબેન પીપળીયા, અમરેલી શહેર પ્રમુખ ડો. હરેશભાઈ વઘાસીયા, ઉપપ્રમુખ આર.કે. સીરોયા, મહામંત્રી ડો.સાપરીયા, મંત્રી ડો. આર. કાપડિયા તેમજ અમરેલી તાલુકાના પ્રમુખ ડો.ચન્દ્રેશભાઈ ખુટ, ઉપપ્રમુખ ડો.પીયૂષભાઈ સોલંકી, મહામંત્રી ડો. ભીંગરાડીયા વિગેરે ઈન્ડિયા હેલ્થલાઈનના હોદ્દેદારોની નિમણૂક કરી હતી. આગામી દિવસોમાં અમરેલી જિલ્લાના દરેક તાલુકા ટીમની નિમણૂક કરવામાં આવશે.








































