અમરેલી સુવર્ણાકાર સંઘ દ્વારા શહેરમાં સમગ્ર જિલ્લાના વેપારી તથા કારીગર ભાઈઓનો સંયુક્ત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સભ્યોને વર્તમાન સમયના ધંધાકીય પ્રવાહો, માહિતી અને માર્ગદર્શન મળે તેવા હેતુથી ભાવનગર જિલ્લા તથા અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓએ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની MSMEની સ્કીમ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી. જય ત્રિવેદીએ CED-EDPની માહિતી આપેલ, જ્યારે ડો. વિમલ ઝગડે MSME સ્કીમ વિશે માહિતી પ્રદાન કરેલ. સાગરભાઇ અમરેલીયાએ સભ્યોને રાજ્ય સરકારની ઔદ્યોગિક સ્કીમ વિશે જાણકારી આપી હતી. ભારત સુવર્ણાકાર સેતુના પ્રમુખ નિલેશભાઈ લુભાણીએ ભારત સુવર્ણકાર સેતુના ટ્રસ્ટી જીતુભાઈ પાટડિયા સાથે ભારત સુવર્ણકાર સંસ્થા સોની વેપારી તથા કારીગરોને વિવિધ રીતે ઉપયોગીતાના વિશાળ કાર્યક્ષેત્ર ફલકની રસપ્રદ રજૂઆત કરી હતી. અંતે નિલેશભાઈ લુંભાણીનું અમરેલી સુવર્ણકાર સંઘના પ્રમુખ અશ્વિનભાઈ પરીખ, ચંદ્રેશભાઈ ધોળકીયા, સંજયભાઈ ચોકસી સહિતના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ કરવા ધર્મેન્દ્રભાઈ લલાડીયા અને બગડાભાઇએ ભારે જહેમત ઉઠાવી હતી.