અમરેલી સીટી પોલીસ દ્વારા પ૬ સ્ક્રેપલાયક વાહનોની હરરાજી કરાશે. આ અંગે બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે, ભંગારના તથા જૂના મોટર સાયકલ વાહનો ખરીદવા ઇચ્છતા જીએસટીધારક વેપારીઓએ તા. ૧૪-નવેમ્બરના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે હરરાજી રાખેલ હોય, અમરેલી સીટી પોલીસ મથક ખાતે હાજર રહેવું. હરરાજીમાં રસ ધરાવતા વેપારીઓએ સમય પહેલા રૂ. પાંચ હજાર રોકડા ડીપોઝીટ પેટે આપવાના રહેશે. વેપારીએ ઉપજેલ રકમ ઉપરાંત જીએસટીની રકમ ચૂકવવાપાત્ર થશે. વધુ વિગતો માટે કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા ફોન નં. ૦ર૭૯ર રર૩પપ૦ ઉપર સંપર્ક કરવો. તેમ સીટી પીઆઇ જે.જે. ચૌધરી દ્વારા જણાવાયું છે.