અરજદારોની ગુમ થયેલ મિલકત સત્વરે શોધી પરત કરવાના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમને અમરેલી સીટી પોલીસે સફળ બનાવ્યો છે. અમરેલી પોલીસે એક અરજદારનો ગુમ થયેલ કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢી તેમને પરત સોંપ્યો છે. ઘટનાની વિગત મુજબ, અમરેલીના રહેવાસી અરજદાર અરવિંદભાઇ વાસમજીભાઇ નાગ્રેચા ગત તા. ૦૬/૦૬/૨૦૨૫ ના રોજ લાઠી રોડથી અમરેલી સીવીલ હોસ્પીટલ ખાતે ગયા હતા, તે દરમિયાન તેમનો મોબાઈલ ફોન ક્યાંક ગુમ થઈ ગયો હતો. આ અંગે અરજદારે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે ગુમ થયેલ ફોન, જેની કિંમત રૂ.૧૪,૫૦૦/- છે, તેને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે આ મોબાઈલ ફોન મૂળ માલિક અરવિંદભાઇને
પરત સોંપી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમની અમલવારી કરી છે.









































