અમરેલીના કુકાવાવ રોડ પર થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી
આભાર – નિહારીકા રવિયા પોલીસને મોટી સફળતા મળી છે. પી.આઈ. એમ.એમ. ઝાલાની ટીમે ટેકનિકલ સોર્સ અને ‘નેત્રમ’ સીસીટીવીની મદદથી બે તસ્કરોને દબોચી લીધા છે.ઝડપાયેલા આરોપીઓ પારસ મધુભાઈ તળાવીયા અને હર્ષિત નરેન્દ્રભાઈ ભુવા પાસેથી રૂ.૫૦,૦૦૦નું મોટરસાયકલ તથા રૂ.૧૫,૦૦૦ની કિંમતના પંખા અને કુલર મળી કુલ રૂ.૬૫,૦૦૦નો મુદ્દામાલ રિકવર કરાયો છે. ધરપકડથી બચવા આરોપીઓએ બાઇકની નંબર પ્લેટ વાળી દીધી હતી, પરંતુ પોલીસની સતર્કતા સામે તેમનો મલિન ઇરાદો નિષ્ફળ રહ્યો હતો. હાલ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.