અમરેલી શહેરમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે સિટી સ્કેનની સુવિધાનો પ્રારંભ કરાતા શહેરની જનતામાં ખૂશીની લહેર દોડી જવા પામી છે. જેમાં આજે પુ. કાકા સાહેબના હસ્તે સિટી સ્કેન મશીનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. હવે અમરેલીનાં આંગણે જ સિટી સ્કેન સુવિધા ઉપલબ્ધ થતા ગરીબ દર્દીઓને મોટા શહેરોમાં ધક્કા ખાવામાંથી છૂટકારો મળશે. અગાઉ વર્ષોથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી હતી તેના કારણે જિલ્લાભરના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.ત્યારે અમરેલીની હોસ્પિટલમાં સિટી સ્કેન સુવિધાનો પ્રારંભ થતા રેડિયોલોજીસ્ટ સહિતની જગ્યાઓ ભરાશે અને જિલ્લાના દર્દીઓ તેનો લાભ લઈ શકશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, પિન્ટુભાઈ ધાનાણી, મેડિકલ કોલેજના ડીન ડો. વિકાસ સિંહા, તબીબી અધીક્ષક ડો.જીત્યા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.