અમરેલી સિવિલ હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફ સુપરવાઇઝર પર છરીથી હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગં સૌરભભાઈ નિલેશભાઈ પાથર (ઉ.વ.૨૫)એ પારસભાઈ મનસુખભાઈ કાછડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી અમરેલી સિવિલ હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે, તેમણે આરોપીને વોર્ડમાં બાયો મેડિકલ વેસ્ટનું કલીંનીંગ કરવાનું કહેતા સારૂ ન લાગતા ગાળો આપી છરી વડે માર મારી ડાબા હાથની આંગળીઓમાં ઈજા કરી હતી.
ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એ.પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.